કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી! YouTubeનું આ ફીચર બાળકોને અયોગ્ય વીડિયોથી બચાવવામાં કરશે મદદ

આજકાલ ઘરમાં નાનાં બાળકો હોય કે સ્કૂલમાં ભણતાં મોટાં બાળકો, અભ્યાસ અને મનોરંજનના નામે તેમના હાથમાં સ્માર્ટફોન આપવો સામાન્ય બની ગયો છે. બાળકો મોટાભાગનો સમય YouTube પર કાર્ટૂન, ગેમિંગ કે અભ્યાસને લગતા વીડિયો જોવામાં પસાર કરે છે. પરંતુ માતા-પિતા માટે સૌથી મોટી ચિંતાનો વિષય ત્યારે બને છે, જ્યારે વીડિયો સ્ક્રોલ કરતી વખતે અચાનક સ્ક્રીન પર એડલ્ટ કન્ટેન્ટવાળો કોઈ વીડિયો દેખાઈ જાય છે.
બાળકોને આવા અનિચ્છનીય વીડિયોથી બચાવવા માટે તમારે ફોનમાં કોઈ અલગ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. YouTube પોતે જ પોતાના પ્લેટફોર્મ પર એક ઉપયોગી સેફ્ટી ફીચર આપે છે, જેને Restricted Mode (રિસ્ટ્રિક્ટેડ મોડ) કહેવામાં આવે છે.
આ એક સેટિંગ ચાલુ કરવાથી YouTube સંવેદનશીલ, અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટને ફિલ્ટર કરવાનો પ્રયાસ કરે છે, જેથી બાળકોની નજર આવા વીડિયોથી દૂર રાખી શકાય. આ રીતે માતા-પિતા બાળકોને YouTube પર વધુ સુરક્ષિત અને યોગ્ય કન્ટેન્ટ જોવામાં મદદ કરી શકે છે.









