Video: યુવાનોની જીંદગી બરબાદ કરનાર મજા કરે, હજી કોઈ નહીં બોલે તો 20 વર્ષ ભોગવવાનું આવશે: જવાહર ચાવડા

ભાજપના જ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પેપર લીક મુદ્દે પોતાની જ સરકાર સામે આક્રમક પ્રહારો કર્યા છે. રાજ્યમાં છેલ્લા એક દાયકામાં ૧૮ પરીક્ષાઓ લીક થવાથી ૯૧ લાખ યુવાનોના ભવિષ્ય પર સંકટ તોળાયંય છે, જેનાથી અડધી વસ્તી સીધી પ્રભાવિત થઈ છે. દિવસ-રાત મહેનત કરતા યુવાનોના સપના પર પાણી ફરી વળ્યું છે અને ભ્રષ્ટ સિસ્ટમના કારણે તેમનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. પૂર્વ મંત્રીએ સવાલ ઉઠાવ્યો છે કે ભ્રષ્ટાચાર આચરનારાઓ આજે પણ મોજથી નોકરી કરી રહ્યા છે, જ્યારે દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. યુવાનોની આ વેદના અને આક્રોશને સરકારે ગંભીરતાથી લેવો જ પડશે, કારણ કે હવે ગુજરાતના યુવાનોના હિતમાં ખુલીને બોલવાનો સમય આવી ગયો છે.
જાહેરાત











