મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીરપુરમાં કૃષ્ણ જન્મોત્સવે માલધારી ભરવાડ યુવાનોની અનોખી સેવાભાવના જોવા મળી

યાત્રાધામ વીરપુરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિભાવ અને ઉત્સાહભેર

તસવીર: gstv

યાત્રાધામ વીરપુરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિભાવ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મના વધામણાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે માલધારી ભરવાડ સમાજ યુવા ગ્રૂપ દ્વારા અનોખી સેવા કરવામાં આવી હતી. યુવાનો દ્વારા આશરે 400થી 500 લીટર ડ્રાયફ્રૂટ્સ મિક્સ દૂધ તૈયાર કરવામાં આવ્યું હતું. આ દૂધ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કર્યા બાદ વિવિધ જન્મોત્સવ સ્થળોએ ઉપસ્થિત ભાવિકોને પ્રસાદીરૂપે વિતરણ કરાયું હતું. મીનળવાવ ચોક, રાધાકૃષ્ણ સોસાયટી, ભરવાડ પરા સહિતના વિસ્તારોમાં યુવાનો દ્વારા પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘સેવા એ જ ભક્તિ’ના સંદેશ સાથે કરાયેલી આ સેવાકીય પ્રવૃત્તિને ભાવિકોએ આવકારી હતી. જન્માષ્ટમી પર્વે આ સેવા સામાજિક એકતાનું સુંદર ઉદાહરણ બની હતી.

આ સમાચાર શેર કરો