VIDEO: વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાઝેલા બાળકને સારવાર માટે સ્ટ્રેચર કે વ્હીલચેર ન મળતા લાચાર માતા ગોદમાં ઊંચકીને ભટકી
વડોદરાની સયાજી હોસ્પિટલને ‘એમ્સ’ કક્ષાની બનાવવાના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારીની ગંભીર તસવીર સામે આવી છે. આશરે ૪થી ૫ વર્ષના દાઝેલા માસૂમ બાળકને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે વ્હીલચેર કે સ્ટ્રેચર ન મળતાં લાચાર માતા બાળકને ગોદમાં ઊંચકીને ભટકવા મજબૂર બની હતી. એટલું જ નહીં, બાળકને ચડતી બોટલ પણ પરિવારજનોએ ખુલ્લામાં હાથમાં પકડીને લઈ જવી પડી હતી. સમગ્ર ઘટનાએ સયાજી હોસ્પિટલની વ્યવસ્થા અને દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે

વડોદરાની સયાજી હોસ્પિટલને ‘એમ્સ’ કક્ષાની બનાવવાના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારીની ગંભીર તસવીર સામે આવી છે. આશરે ૪થી ૫ વર્ષના દાઝેલા માસૂમ બાળકને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં લઈ જવા માટે વ્હીલચેર કે સ્ટ્રેચર ન મળતાં લાચાર માતા બાળકને ગોદમાં ઊંચકીને ભટકવા મજબૂર બની હતી. એટલું જ નહીં, બાળકને ચડતી બોટલ પણ પરિવારજનોએ ખુલ્લામાં હાથમાં પકડીને લઈ જવી પડી હતી. સમગ્ર ઘટનાએ સયાજી હોસ્પિટલની વ્યવસ્થા અને દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.




