VIDEO: વડોદરાની સયાજી હોસ્પિટલમાં દુષ્કર્મનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર, જુઓ ઘટનાનો વીડિયો
વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલો બળાત્કારના ગુનાનો આરોપી ગોવિંદ રમેશભાઈ વહોનીયાને મેડિકલ

વડોદરા સેન્ટ્રલ જેલમાં રહેલો બળાત્કારના ગુનાનો આરોપી ગોવિંદ રમેશભાઈ વહોનીયાને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન મોકો જોઈ આરોપીએ પોલીસને ધક્કો મારી ફરાર થઈ જતાં હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ અને કેટલાક યુવકોએ આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપી હોસ્પિટલ પરિસરમાં બની રહેલી બહુમાળી ઇમારતમાં ઘૂસી જતા શોધખોળ મુશ્કેલ બની હતી. પોલીસ દ્વારા કેદીને સલામત બહાર આવવા માટે માઈક દ્વારા એનાઉન્સ કરાયું હતું, જોક કેદી બહાર નહિ આવતા તેનું એકઝેટ લોકેશન મેળવવા માટે સયાજી હોસ્પિટલ સંકુલમા ડ્રોન પણ ઉડાવવામા આવ્યું હતું. સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથકની ટીમ અને એસએસજી હોસ્પિટલની સિક્યુરિટી ટીમ આરોપીને શોધવા કામે લાગી છે.




