સુપ્રીમ કોર્ટની ઐતિહાસિક ફટકાર: "કોઈપણ પક્ષ કે વ્યક્તિ બંધારણથી ઉપર નથી", કેરળ કોંગ્રેસ કમિટી વિરુદ્ધ અદાલતની અવમાનનાની કાર્યવાહી!

દિલ્હીમાં પ્રદર્શનોને કારણે ₹2,000 કરોડનું મોટું નુકસાન! આંદોલનકારીઓ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

સોશિયલ મીડિયા પર ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરવાના મામલે સુપ્રીમ કોર્ટે કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી સામે અત્યંત કડક વલણ અખત્યાર કર્યું છે. સર્વોચ્ચ અદાલતે કેરળ કોંગ્રેસના તમામ હોદ્દેદારોને અદાલતની અવમાનનાની નોટિસ ફટકારી છે અને ન્યાયતંત્રની સ્વતંત્રતા પર આક્રમક ટિપ્પણી કરી છે.

જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેંચે આ મામલે સુનાવણી કરતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ન્યાયપાલિકાની સ્વતંત્રતા કોઈ રાજકીય અનુકૂળતાનો વિષય નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા ક્યારેય ન્યાય વહીવટમાં દખલગીરી કરવા કે ડરાવવા-ધમકાવવાનું સાધન ન બની શકે."

જાહેરાત

અદાલતે વધુમાં ટકોર કરી હતી કે, "અદાલતી ચુકાદાઓની કાયદેસર ટીકા હંમેશાં થઈ શકે છે, પરંતુ કોઈપણ વ્યક્તિ ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોય કે ગમે તે રાજકીય સંગઠન સાથે સંકળાયેલી હોય—તે બંધારણથી ઉપર નથી. ન્યાયતંત્રની સત્તા અને અધિકારને નબળા પાડવાના કોઈપણ પ્રયાસ સામે કડકાઈથી કામ લેવામાં આવશે."

ખંડપીઠે ભારપૂર્વક કહ્યું કે અદાલતની સત્તા કોઈ રાજકીય ટેકા પર નિર્ભર નથી, પરંતુ કાયદાના શાસન પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, કેરળ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી CJI વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ થઈ હતી, જેના પર સુનાવણી કરતાં કોર્ટે તમામ સંબંધિત પદાધિકારીઓ વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત