Video: પુણેના ટિમ્બર માર્કેટમાં ભીષણ આગ, 27 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે

પુણેના ટિમ્બર માર્કેટમાં આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 27 ગાડીઓ તહેનાત કરવામાં આવી છે. આગને કારણે માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગેની વિગતો હજુ સામે આવી નથી.
જાહેરાત












