Video: NCRના 10 શહેરોમાં PM2.5 અને PM10માં દિલ્હી સૌથી આગળ

સોર્સ: gstv

દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. 1 ઓક્ટોબરથી 25 નવેમ્બર 2026 દરમિયાન એનસીઆરનાં 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં પીએએમ 2 પોઈન્ટ 5 અને પીએમ 10 બંનેના સરેરાશ સ્તરમાં દિલ્હી પ્રથમ ક્રમે રહ્યું છે. એન્વાયરો કેટલિસ્ટ્સના ઇન્ડિયા એર ક્વોલિટી પોર્ટલના વિશ્લેષણ મુજબ દિલ્હીમાં પીએએમ 2 પોઈન્ટ 5નું સરેરાશ સ્તર 113 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર નોંધાયું હતું, જ્યારે ગુરુગ્રામ 109 અને નોઇડા 105 સાથે પાછળ રહ્યાં હતાં. બીજી તરફ પીએમ 10નું સરેરાશ સ્તર દિલ્હીમાં 221 નોંધાયું હતું, જોકે ચિંતાજનક બાબત એ છે કે દિલ્હી પ્રદૂષણમાં પ્રથમ હોવા છતાં છેલ્લા બે વર્ષની સરખામણીએ સરેરાશ પ્રદૂષણ ઓછું રહ્યું છે. આ 56 દિવસ દરમિયાન એકપણ દિવસ હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં પહોંચી નહોતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત