Video: દિલ્હીના કરોલ બાગમાં MCD અને ટ્રાફિક પોલીસની સંયુક્ત કાર્યવાહી, અનધિકૃત પાર્કિંગ અને અતિક્રમણ હટાવાયા

દિલ્હીના સૌથી વ્યસ્ત બજારોમાંના એક એવા કરોલ બાગમાં વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બજાર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે MCD અને દિલ્હી ટ્રાફિક પોલીસે સંયુક્ત રીતે અતિક્રમણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
દિલ્હી ટ્રાફિક પોલીસના સેન્ટ્રલ રેન્જ અને MCD દ્વારા કરોલ બાગના મુખ્ય માર્ગો પર સઘન સંયુક્ત અતિક્રમણ દૂર કરવા અને ટ્રાફિક અમલીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સંકલિત કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય રસ્તાની જગ્યા ફરીથી મેળવવાનો અને રાહદારીઓ માટે સલામત અવરજવર સુનિશ્ચિત કરવાનો હતો. વ્યસ્ત બજાર વિસ્તારોમાં થતી ભીડભાડને દૂર કરવા અને ટ્રાફિક વ્યવસ્થાપન સુધારવા માટે દિલ્હી ટ્રાફિક પોલીસના સક્રિય અભિગમના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. કાર્યવાહી દરમિયાન રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલા વાહનો અને અતિક્રમણને હટાવીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા.
આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિલ્હી ટ્રાફિક પોલીસે સ્પષ્ટ કર્યું છે કે અતિક્રમણ, અનધિકૃત પાર્કિંગ અને અન્ય ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન સામે સતત કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જેથી જાહેર રસ્તાઓ તમામ લોકો માટે સુલભ અને સુરક્ષિત રહે. આ સાથે જ ટ્રાફિક પોલીસે વેપારીઓ, દુકાનદારો, બજાર સંગઠનો, મુલાકાતીઓ અને વાહનચાલકોને ખાસ અપીલ કરી છે કે તેઓ રસ્તાઓ અને ફૂટપાથને દબાણમુક્ત રાખે, માત્ર નિયુક્ત પાર્કિંગ સુવિધાઓનો જ ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરીને તંત્રને સહયોગ આપે.
MCD દ્વારા લેવાયેલું આ પગલું બજારની વ્યવસ્થા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હવે વહીવટીતંત્રની આ સતત ઝુંબેશને વેપારીઓ અને મુલાકાતીઓ તરફથી કેવો સહયોગ મળે છે અને ટ્રાફિકની સમસ્યામાં કેટલો સુધારો થાય છે તે જોવું રહ્યું.















