Video: દિલ્હીના સરાય કાલે ખાન ફ્લાયઓવર નજીક રોડ રેજની ઘટનામાં બે લોકો ઘાયલ, પોલીસ ફરિયાદ દાખલ

દિલ્હીના સરાય કાલે ખાન ફ્લાયઓવર પાસે વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા શખ્સોએ બે વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરતા બંનેને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત
















