Video: દિલ્હીના સ્કોપ કન્વેન્શન સેન્ટરમાં ડી.વી. કપૂર ફાઉન્ડેશન દ્વારા એનર્જી ઇનોવેશન એવોર્ડ્સ સમારોહ યોજાયો

સોર્સ: gstv

દિલ્હીના સ્કોપ કન્વેન્શન સેન્ટર ખાતે ડી.વી. કપૂર ફાઉન્ડેશન દ્વારા એનર્જી ઇનોવેશન એવોર્ડ્સ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું . ઊર્જા ક્ષેત્રમાં નવીન સંશોધન, ટેકનોલોજી અને ટકાઉ ઉકેલોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ એવોર્ડ્સ અર્પણ કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમમાં ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો, સંશોધકો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને નીતિ ઘડવૈયાઓ સહભાગી થયા હતા . સ્વચ્છ ઊર્જા અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ નવીન પ્રયોગોને માન્યતા આપતા આ આયોજને ઊર્જા ક્ષેત્રના નવા વિચારો અને પહેલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું . દિલ્હીમાં યોજાયેલા આ સમારોહમાં નવીનતા અને ટકાઉ વિકાસ સાથે જોડાયેલા વિવિધ પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે, જેનાથી ભવિષ્યમાં ઊર્જા ક્ષેત્રે વધુ સંશોધન અને નવી તકોને વેગ મળવાની અપેક્ષા સેવાઈ હતી .

આ સમાચાર શેર કરો

જાહેરાત