Video: દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં આવેલા એક કેફેમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયાની ગંભીર ઘટના

સોર્સ: gstv

દિલ્હીના પ્રીત વિહાર વિસ્તારમાં આવેલા એક કેફેમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર, ચાર પુરુષો પર યુવતી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. આ સમગ્ર ઘટનામાં યુવતીની બે મહિલા મિત્રોની સંડોવણી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ફરાર અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો તપાસ કરી રહી છે. પોલીસે કેફેની મુલાકાત લઈને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત