Video: રાયબરેલીમાં નકલી પનીર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ

સોર્સ: gstv

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ખાદ્ય સુરક્ષા વિભાગે નકલી પનીર બનાવવાની શંકાસ્પદ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. વિભાગની ટીમે દરોડા પાડીને પનીર બનાવવાની પ્રક્રિયા અને ત્યાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં પનીર બનાવવામાં કેમિકલ, ઓપ્ટિકલ બ્રાઇટનર્સ અને ટિનોપોલ જેવા પદાર્થોનો ઉપયોગ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પદાર્થોનો ઉપયોગ પનીરને વધુ સફેદ દેખાડવા માટે કરવામાં આવતો હોવાની શંકા છે. દરોડા દરમિયાન ફેક્ટરીમાં મળેલી સામગ્રીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

આ સમાચાર શેર કરો

જાહેરાત