VIDEO: રાયબરેલીમાં સાયકલ યાત્રા દરમિયાન સૂત્રોચ્ચાર મુદ્દે Gen Z વિદ્યાર્થીઓ અને ભાજપ નેતાઓ આમને-સામને
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સાયકલ યાત્રા દરમિયાન શિક્ષણ, રોજગા

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં સાયકલ યાત્રા દરમિયાન શિક્ષણ, રોજગારી અને ભરતી પ્રક્રિયા જેવા મુદ્દાઓ પર સૂત્રોચ્ચારને લઈને Gen Z વિદ્યાર્થીઓ અને ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચે ભારે બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ ન્યાય અને પારદર્શિતાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા ત્યારે ભાજપ નેતાઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. આ ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપ નેતાઓએ આ વિરોધને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે. ઘટના સ્થળે પોલીસે પહોંચીને પરિસ્થિતિ થાળે પાડી હતી.



