Video: દિલ્હી-NCRમાં પ્રદૂષણનું મોટું જોખમ: સમયમર્યાદા વટાવી ચૂકેલા ૨૩.૬ લાખથી વધુ જૂના વાહનો હજુ પણ રસ્તાઓ પર!

સોર્સ: gstv

દિલ્હી-NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણ પાછળ જૂના વાહનો મોટું કારણ બન્યા છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ  એટલે કે CAQM એ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને ચોંકાવનારી વિગતો રજૂ કરી છે. કમિશનના જણાવ્યા અનુસાર  દિલ્હી-NCRના રસ્તાઓ પર હજુપણ 23 લાખ 60 હજારથી વધુ એવા વાહનો દોડી રહ્યા છે, જેમની ઉપયોગી અવધિ પૂરી થઈ ચૂકી છે.

વાયુ પ્રદૂષણ નિયંત્રણ અંગેના સુઓ મોટો  કેસમાં CAQMએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે  દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 25 લાખ 40 હજાર જૂના વાહનોની ઓળખ કરવામાં આવી હતી. જોકે  તેમાંથી માત્ર 1 લાખ 85 હજાર વાહનોને જ સ્ક્રેપ કરાયા છે અથવા તો NOC અપાયા છે. વાહન પોર્ટલના 31 ઓક્ટોબર 2026 સુધીના ડેટા મુજબ, દિલ્હી-NCRમાં કુલ 1 કરોડ 71 લાખથી વધુ વાહનો નોંધાયેલા છે, જેમાં 65 ટકા ટુ-વ્હીલર્સ અને 29 ટકા હળવા મોટર વાહનોનો સમાવેશ થાય છે.

જાહેરાત

કમિશને સ્પષ્ટ કર્યું છે કે BS સિક્સ ધોરણોવાળા વાહનોની સરખામણીમાં 15થી 24 વર્ષ જૂના BS વન, BS ટુ અને BS થ્રી વાહનો વધુ પ્રદૂષણ ફેલાવે છે. શિયાળામાં પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને  ૧ નવેમ્બર ૨૦૨૬થી દિલ્હીમાં માત્ર CNG ઇલેક્ટ્રિક અને બીએસ સિક્સ ડીઝલ ઇન્ટર-સિટી બસોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત બીએસ સિક્સ ધોરણો ન ધરાવતા વાણિજ્યિક માલવાહક વાહનોના દિલ્હી પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત