Video: દિલ્હી-NCRમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા GRAP-3ના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા

સોર્સ: gstv

દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા સતત બગડતાં પ્રદૂષણને નિયંત્રિત કરવા GRAP-3ના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. વધતા વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કડક નિયંત્રણો અમલમાં મૂકવામાં આવ્યા છે. GRAP-3 લાગુ થતાં બાંધકામ પ્રવૃત્તિઓ અને પ્રદૂષણ ફેલાવતા કેટલાક કામો પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. દિલ્હીના મહારાણીબાગ વિસ્તારના ડ્રોન દૃશ્યોમાં પ્રદૂષણની સ્થિતિ સ્પષ્ટ જોવા મળી રહી છે. હવાની ગુણવત્તા સુધારવા માટે તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત