Video: દિલ્હીમાં AQI 1331 નોંધાયો હોવાનો અહેવાલ, આરોગ્ય પર ગંભીર ખતરો, હોસ્પિટલોમાં દર્દીઓ વધવાની આશંકા

સોર્સ: gstv

દિવાળી બાદ દિલ્હીમાં હવા પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર બની છે અને પ્રદૂષણનું સ્તર છેલ્લા ઘણા દિવસોના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યું છે. દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 1 હજાર 331 નોંધાયો હોવાનો અહેવાલ છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની આશંકા છે. હવામાં રહેલા પીએમ ટુ પોઈન્ટ ફાઈવ સહિતના હાનિકારક કણો શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશી શ્વસનતંત્ર અને હૃદયને નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને અસ્થમા, COPD અને હૃદયરોગથી પીડિત દર્દીઓ માટે આ સ્થિતિ વધુ જોખમી બની શકે છે. AIIMSના પૂર્વ ડિરેક્ટર અને વરિષ્ઠ પલ્મોનોલોજિસ્ટ ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ વધતા પ્રદૂષણને મેડિકલ ઇમરજન્સી સમાન ગણાવ્યું છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પ્રદૂષણને કારણે હોસ્પિટલની ઓપીડી અને ઇમરજન્સીમાં દર્દીઓની સંખ્યામાં 20થી 30 ટકાનો વધારો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત