Video: દિલ્હીના એટીએમમાં આગ

સોર્સ: gstv

દિલ્હીમાં યુનિયન બેંકના એટીએમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લેટફોર્મ નંબર એક પર આવેલા એટીએમમાં અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઝપેટમાં એટીએમની ત્રણ મશીનો આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સંબંધિત તંત્ર દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે ત્રણ એટીએમ મશીનોને નુકસાન પહોંચતાં ઘટનાને પગલે ચકચાર મચી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત