Video: મુંબઈના માહિમમાં જ્વેલરી શોપ બહાર બે હુમલાખોરોનું ફાયરિંગ

મુંબઈના માહિમ વિસ્તારમાં બુધવારે સાંજે ફાયરિંગની ઘટનાથી દહેશત ફેલાઈ ગઈ છે. સાંજે એલ.જે. રોડ પર જાગૃતિ સોસાયટી અને શોભા હોટલ જંક્શન નજીક આવેલી પીસી જૈન જ્વેલરી શોપ બહાર હેલ્મેટ પહેરી બાઈક પર આવેલા બે હુમલાખોરોએ ફૂટપાથ પરથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી અને દુકાન માલિક ભરત જૈન સહિત તમામ કર્મચારીઓ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર વિક્રમ દેશમાને, ડીસીપી ઝોન-5 મહેન્દ્ર પંડિત, માહિમ પોલીસ અને ફોરેન્સિક ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરીને આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ કરી છે.
જાહેરાત
















