Video: નવી મુંબઈના તુર્ભે માફકો માર્કેટમાં ઓઈલ ગોડાઉનમાં ભીષણ આગ

મહારાષ્ટ્રના નવી મુંબઈ સ્થિત તુર્ભે માફકો માર્કેટ વિસ્તારમાં આવેલા એક તેલના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. ગોડાઉનમાં તેલનો જથ્થો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આગની તીવ્રતાને જોતા આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે.
જાહેરાત













