Video: સુંદરવનમાં ધુમ્મસની ચાદર

પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાના સુંદરવન વિસ્તારમાં કુદરતી આફતની અસર ઓસર્યા બાદ હવે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. સમગ્ર વિસ્તારમાં વહેલી સવારથી ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. સુંદરવનના જળમાર્ગો અને આસપાસના વિસ્તારો ધુમ્મસના કારણે ધૂંધળા બન્યા છે. કુદરતી આફત બાદ વાતાવરણમાં આવેલા આ બદલાવથી સમગ્ર વિસ્તારનો નજારો બદલાઈ ગયો છે. સુંદરવન વિસ્તારમાં ધુમ્મસના કારણે સવારના સમયે દૃશ્યતા પણ ઓછી જોવા મળી રહી છે.
જાહેરાત













