Video: દિલ્હીમાં પ્રદૂષણનો કહેર યથાવત: હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં, કનોટ પ્લેસમાં છવાઈ ધુમ્મસની ચાદર

સોર્સ: gstv

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને વહેલી સવારે કનોટ પ્લેસ વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યોમાં ચારેતરફ ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણનું સ્તર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ઝેરીલી હવાના કારણે સ્થાનિક રહીશો અને સવારે મોર્નિંગ વોક પર નીકળતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ તેમજ આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રદૂષણના વધતા સ્તરને લઈને નાગરિકોએ પોતાની પ્રતિક્રિયા આપતા ચિંતા વ્યક્ત કરી છે અને તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાય તેવી માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત