Video: દિલ્હીમાં પ્રદૂષણનો કહેર યથાવત

સોર્સ: gstv

દિલ્હીમાં હવા પ્રદૂષણની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. રાષ્ટ્રીય રાજધાનીના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 'Poor' કેટેગરીમાં નોંધાયો છે. પ્રદૂષિત હવાના કારણે લોકોને સ્વચ્છ શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. અક્ષરધામ વિસ્તારના તાજેતરના દૃશ્યોમાં પણ વાતાવરણમાં પ્રદૂષણની અસર જોવા મળી રહી છે. હવાની નબળી ગુણવત્તાને કારણે નાગરિકોના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી છે. ત્યારે પ્રદૂષણ નિયંત્રણ માટે તંત્ર દ્વારા લેવામાં આવતાં પગલાં પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત