Video: સબરીમલામાં ભક્તોની ભીડ

કેરળના પ્રસિદ્ધ સબરીમલા મંદિરમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભગવાન અય્યપ્પાના દર્શન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો સબરીમલા પહોંચી રહ્યા છે. શ્રદ્ધાળુઓની વધતી ભીડને પગલે નડાપંડાલ અને ફ્લાયઓવર વિસ્તારમાં લાંબી કતારો જોવા મળી રહી છે. ભક્તો કલાકો સુધી કતારમાં ઊભા રહીને દર્શનની રાહ જોઈ રહ્યા છે. મંદિર પરિસરમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી રહી છે. દર્શન માટે ઉમટી રહેલા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને વ્યવસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.
જાહેરાત
















