Video: મેરઠના આબુલેન વિસ્તારમાં યુવતીને હોટલમાં ખેંચવાના આરોપી સલમાનને પોલીસે ઝડપી પાડ્યો

મેરઠના આબુલેન વિસ્તારમાં હોટલમાં યુવતી સાથે બનેલી ઘટનાના આરોપી સલમાનની પોલીસે 24 કલાકમાં ધરપકડ કરી છે. હોટલમાંથી એક યુવતી બચાવો બચાવોની બૂમો પાડતી બહાર દોડી આવી હતી. આ દરમિયાન પાછળથી આવેલા યુવકે તેને પકડીને ફરી હોટલમાં ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીની બૂમો સાંભળીને આસપાસના દુકાનદારો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ આરોપી ભીડ વધતા હોટલની છત પરથી કૂદીને ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપી સલમાનને હાફ એન્કાઉન્ટર બાદ ઝડપી લીધો છે, જ્યારે પોલીસ સમક્ષ તે પોતાની ભૂલ બદલ માફી માગતો જોવા મળ્યો હતો.
જાહેરાત













