Video: મુંબઈના બાંદ્રા રિકલેમેશનમાં ધુમ્મસની ગાઢ ચાદર, પ્રદૂષણ વધતા વિઝિબિલિટી ઘટી અને AQI ચિંતાજનક સ્તરે

સોર્સ: gstv

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણની ગંભીર અસર જોવા મળી રહી છે. બાંદ્રા રિકલેમેશન વિસ્તારમાંથી સામે આવેલા દ્રશ્યોમાં સમગ્ર આકાશ ધુમ્મસ અને ઝેરી ધુમાડાની ચાદરથી ઢંકાયેલું જોવા મળ્યું હતું. ભારે સ્મોગને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેના લીધે ઊંચી ઈમારતો અને દરિયાકિનારાનો નજારો પણ ધૂંધળો બન્યો છે. શિયાળાની શરૂઆત અને પવનની ધીમી ગતિને કારણે પ્રદૂષિત રજકણો વાતાવરણમાં નીચેની તરફ જમા થઈ રહ્યા છે. વધતા પ્રદૂષણને પગલે સ્થાનિક નાગરિકો અને મોર્નિંગ વોક પર જતા લોકોમાં શ્વાસ સંબંધિત બીમારીઓની ચિંતા વધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત