Video: મહાકાલની ભક્તિમાં લીન ક્રિકેટર્સ: યુઝવેન્દ્ર ચહલ, નીતીશ રાણા અને રાહુલ તેવટિયાએ ઉજ્જૈનમાં ભસ્મ આરતીના કર્યા દર્શન

સોર્સ: gstv

મધ્યપ્રદેશના ઉજ્જૈન સ્થિત પ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં ભારતીય ક્રિકેટરોએ ભક્તિભાવપૂર્વક શીશ ઝુકાવ્યું હતું. ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ, નીતીશ રાણા અને રાહુલ તેવટિયા સહિતના ખેલાડીઓએ વહેલી સવારે યોજાતી દિવ્ય ભસ્મ આરતીમાં હાજરી આપીને બાબા મહાકાલના આશીર્વાદ લીધા હતા. મંદિર પરિસરમાં પરંપરાગત વેશભૂષામાં જોવા મળેલા આ ક્રિકેટરોએ ગર્ભગૃહની બહારથી પૂજા-અર્ચના કરી હતી. દર્શન બાદ યુઝવેન્દ્ર ચહલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અહીં પરત ફરીને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. તેણે વધુમાં ઉમેર્યું હતું કે મંદિરનું વાતાવરણ હંમેશા અદ્ભુત અને સકારાત્મક ઊર્જાથી ભરેલું હોય છે તથા બાબા મહાકાલના આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત