Video: શિવસેના નેતાના પુત્રો સામે હત્યાનો ગંભીર આરોપ

પંજાબના જલંધર સ્થિત મખદૂમપુરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં લકી ખોખા નામના યુવકની તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ શિવસેના નેતા નરેન્દ્ર થાપરના પુત્રો આ હત્યાકાંડમાં સામેલ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેના પગલે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. આ મામલે જલંધર સેન્ટ્રલના એસીપી ઓમકાર સિંહ બ્રારે નિવેદન આપતા જણાવ્યું કે બંને જૂથો વચ્ચે જૂની અદાવત ચાલતી હતી. હાલ પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવા એકત્ર કરી આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે.
જાહેરાત















