Video/ 'જેને ફાંકો હોય તે કાઢી નાખે', હિતેન્દ્ર પીઠડીયા મુદ્દે પાટણના MLA પર જીગ્નેશ મેવાણીએ સાધ્યું નિશાન
પાટણમાં વીર મેઘમાયા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વડગા

પાટણમાંવીર મેઘમાયા સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પીઠડીયા સહિતના આગેવાનોએ શહેરના હાઈવે માર્ગ પરથી ભવ્ય રેલી યોજી હતી. રેલી બગવાડા દરવાજા પહોંચતા ત્યાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી 'વીર મેઘમાયા અમર રહો'ના નારા લગાવ્યા હતા. જોકે, આ ધાર્મિક અને સામાજિક પ્રસંગમાં મેવાણીનું રાજકીય નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
શું છે વિવાદ?
તાજેતરમાં પાટણ અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખે એક વીડિયો વાયરલ કર્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પીઠડીયાને મારવાની વાત કરી હતી. આ વિવાદને લઈને જીગ્નેશ મેવાણીએ પાટણની ધરતી પરથી કિરીટ પટેલ પર આડકતરી રીતે પણ અત્યંત આકરા પ્રહારો કર્યા હતા.
શું કહ્યું જીગ્નેશ મેવાણીએ
સ્ટેજ પરથી સંબોધન કરતા જીગ્નેશ મેવાણીએ કહ્યું કે, "જે પણ માણસને મનમાં ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડીયાને પાટણની ધરતી પર મારીશું, તે ફાંકો મનમાંથી કાઢી નાખે." મેવાણીએ વધુમાં ઉમેર્યું કે, "અમે ગુજરાતની સરકારને ઊંચી-નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ચણાના ફૂદું પણ આડા નહીં આવે."
ભાજપ અને નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ
ધારાસભ્ય કિરીટ પટેલને નિશાન બનાવતા મેવાણીએ વધુમાં પડકાર ફેંક્યો કે, "જો આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર પટેલનું નામ કાઢી નાખ્યું, ત્યાં જઈને ઊંધો પડે એટલે ખબર પડે."
રાજકીય ગરમાવો
એક જ પક્ષ કે વિચારધારા સાથે જોડાયેલા હોવા છતાં (અગાઉના સહયોગને જોતા) પાટણના ધારાસભ્ય વિરુદ્ધ મેવાણીનું આ આક્રમક વલણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. વીર મેઘમાયાની ઉજવણીના મંચ પરથી અપાયેલા આ નિવેદને પાટણના સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જ્યા છે.
















