મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: અલ્પેશ દોંગાના નાર્કો ટેસ્ટને મંજૂરી

સોર્સ: gstv

રાજકોટમાં કુખ્યાત અલ્પેશ દોંગાના નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ ટેસ્ટને અદાલતે મંજૂરી આપી છે. હાલ અલ્પેશ દોંગા વધુ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસે ધરપકડ કર્યા બાદ રાજકોટ શહેર પોલીસે ગુનો નોંધી જેલમાંથી તેનો કબજો મેળવ્યો હતો. પોલીસે પ્રથમ ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ કર્યા બાદ વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અલ્પેશ દોંગાએ વર્ષ 2012થી અત્યાર સુધીમાં અનેક ખેડૂતો અને રોકાણકારો સાથે છેતરપિંડી કરી હોવાના આક્ષેપો છે. હવે ગાંધીનગરની FSL કચેરી ખાતે તેના નાર્કો અને બ્રેઇન મેપિંગ ટેસ્ટ કરવામાં આવશે, જેના આધારે કેટલા ખેડૂતો સાથે છેતરપિંડી થઈ અને કેટલા નાણાં પડાવવામાં આવ્યા તે સહિત અનેક મહત્વની વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ સમાચાર શેર કરો