મુખ્ય સામગ્રી પર જાઓ

Video/ 'સિવિલ હોસ્પિટલમાં રાત્રે કેટલાક કર્મચારીઓ દારૂ પીને આવે છે...',  મહિલા તબીબ દ્વારા ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ (Devgadh Baria

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલ (Devgadh Baria Civil Hospital) ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા કેટલાક વર્ગ-4ના કર્મચારીઓ (Class-4 Employees) રાત્રિની પાળીમાં દારૂ પીને આવતા હોવાની ગંભીર ફરિયાદ સ્થાનિક મહિલા તબીબ (Lady Doctor) દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ બાદ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

મહિલા ડૉક્ટરની લેખિત ફરિયાદ, લેટર થયો વાયરલ

હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને સંબોધીને લખવામાં આવેલો સ્થાનિક મહિલા તબીબનો લેખિત ફરિયાદ પત્ર વાયરલ થયો છે. ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, દારૂ પીને આવતા આ કર્મચારીઓ દર્દીઓ (Patients) તેમજ તેમના પરિવારજનો સાથે અવ્યવહાર કરતા હોય છે. ડૉક્ટરે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે આ અંગે અગાઉ પણ અનેક વખત દર્દીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. "દારૂ પીને આવતા કેટલાક કર્મચારીઓને કારણે હોસ્પિટલની ગરિમા જળવાતી નથી," તેમ લેખિત ફરિયાદમાં જણાવાયું છે.

હોસ્પિટલ પરિસરમાં દારૂની બોટલોના ઢગ!

કર્મચારીઓની આ બેજવાબદારીનો પુરાવો હોસ્પિટલ પરિસરમાં પણ જોવા મળે છે. પ્રાપ્ત માહિતી મુજબ, હોસ્પિટલના પરિસરમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલોના ઢગ જોવા મળ્યા છે, જે સૂચવે છે કે દારૂનું દૂષણ મોટા પાયે ફેલાયેલું છે.

સુપ્રિટેન્ડન્ટ ગેંગેફેફે

જ્યારે આ બાબતે સિવિલ સુપ્રિટેન્ડન્ટને (Civil Superintendent) પૂછવામાં આવ્યું, ત્યારે તેઓ ગેંગેફેફે (નિરૂત્તર) થઈ ગયા હતા. તેમના નિવેદન પરથી અનેક સવાલો ઉભા થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ કેટલાક કર્મચારીઓને છાવરતા હોય તેવું લાગી રહ્યું છે.

આ સમગ્ર પ્રકરણમાં જો ઉચ્ચ સ્તરેથી તપાસ હાથ ધરવામાં આવે, તો સ્થાનિક અધિકારીઓની પણ અનેક પોલ ખુલી શકે તેમ છે. આ ગંભીર મુદ્દે દાહોદ જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે

આ સમાચાર શેર કરો