મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: બાબરા પાલિકાના લોકમેળામાં રાઇડ્સના કર્મચારીને ધોકા વડે માર્યો

સોર્સ: gstv

અમરેલી જિલ્લાના બાબરા પાલિકાના પટાંગણમાં આયોજિત સ્વદેશી અને મનોરંજન લોકમેળામાં મારામારીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોકમેળામાં ફજેત અને મનોરંજન વચ્ચે અચાનક હિંસા ફાટી નીકળી હતી, જ્યાં લોકમેળાની રાઇડ્સ ચલાવતા કર્મચારીને બે અજાણ્યા શખ્સો દ્વારા બેફામ રીતે માર મારવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આ બંને હુમલાખોરો દ્વારા યુવકને ધોકા વડે બેરહેમીપૂર્વક પીટવામાં આવ્યો હતો અને તેને ઢસડી ઢસડીને માર મારતો હોય તેવો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોના આધારે પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે અને આડેધડ માર મારનાર શખ્સોની ઓળખ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો