મુખ્ય સામગ્રી પર જાઓ

Video/ રાજકીય ઘેલછા, અધૂરું કામ છતાં પાટડી સરકારી કોલેજનું થશે લોકાર્પણ!

વિકાસના કાર્યોને ઝડપી બનાવવાના દાવાઓ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી

વિકાસના કાર્યોને ઝડપી બનાવવાના દાવાઓ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સરકારી કોલેજનું નવનિર્માણ બિલ્ડિંગનું કામ અધૂરું હોવા છતાં તેનું લોકાર્પણ કરવાની ઉતાવળ સ્થાનિક રાજકીય નેતાઓમાં જોવા મળી રહી છે.

અધૂરા કામનું લોકાર્પણ

મળતી માહિતી મુજબ, પાટડીની સરકારી કોલેજનું બાંધકામ હજી પૂર્ણ થયું નથી. એટલું જ નહીં, બિલ્ડિંગને ફાયર સેફ્ટી માટે જરૂરી ફાયર NOC પણ હજી સુધી મળી નથી. આ સ્થિતિ હોવા છતાં, મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે રવિવારે આ અધૂરા બિલ્ડિંગનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે.

રાજકીય દબાણની ચર્ચા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સ્થાનિક રાજકીય નેતાઓના ભારે પોલિટિકલ પ્રેશરના કારણે કોલેજની અધૂરી કામગીરી સ્વીકારી લેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પહેલા, કોલેજના અગાઉના આચાર્યએ અધૂરા કામ અને NOCના અભાવના કારણે બિલ્ડિંગનો કબજો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે, હાલના આચાર્યએ રાજકીય દબાણને વશ થઈને અધૂરી કામગીરી છતાં બિલ્ડિંગ સ્વીકારી લીધી છે.

લાખોનો ધુમાડો

નોંધનીય છે કે, આ નવનિર્માણ કોલેજ બિલ્ડિંગમાં શિક્ષણ કાર્ય તો અગાઉથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે, માત્ર રાજકીય લાભ અને ક્રેડિટ લેવાની ઉતાવળમાં અધૂરી બિલ્ડિંગના લોકાર્પણ પાછળ લાખો રૂપિયાનો ધુમાડો થશે, જે સરકારી તિજોરી પર બોજ સમાન છે. આ ઘટના સરકારી કામોની પારદર્શિતા અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કરે છે.

આ સમાચાર શેર કરો