VIDEO: ગોધરા નગરપાલિકા પરિણામ! વોર્ડ નં-7માં અપક્ષ ઉમેદવાર અપેક્ષા સોનીની જીત, લોકશાહીનો અનોખો વિજય
VIDEO: પંચમહાલ જિલ્લાના ગોધરા નગરપ
VIDEO: પંચમહાલ જિલ્લાના ગોધરા નગરપાલિકાના ચૂંટણી પરિણામોએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. ગોધરાના વોર્ડ નંબર-7 માં એક એવું પરિણામ આવ્યું છે જેણે રાજકીય વિશ્લેષકોના તમામ ગણિતો ઊંધા પાડી દીધા છે. સંપૂર્ણ મુસ્લિમ વસ્તી ધરાવતા આ વિસ્તારમાં અપક્ષ હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષા બેન સોનીએ ભવ્ય વિજય મેળવીને ઇતિહાસ રચી દીધો છે.
સમગ્ર ઘટનાક્રમ
ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર-7 માં ચાર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. આ વોર્ડની વિશેષતા એ છે કે અહીં મતદારોની સંખ્યામાં મુસ્લિમ સમુદાયનું પ્રભુત્વ છે. ચૂંટણી મેદાનમાં રહેલા ચાર ઉમેદવારો પૈકી અપેક્ષા બેન સોની એકમાત્ર હિન્દુ ઉમેદવાર હતા. શરૂઆતમાં અહીં જ્ઞાતિ-જાતિના સમીકરણોને જોતા મુકાબલો રસાકસીભર્યો જણાતો હતો, પરંતુ પરિણામોએ સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.
લોકશાહી અને કોમી એકતાનો વિજય
મુસ્લિમ મતદારોએ ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ ભૂલીને અપેક્ષા બેન સોની પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ વિજય માત્ર એક વ્યક્તિ કે પક્ષનો નથી, પરંતુ ગોધરામાં પ્રવર્તતી કોમી એકતા અને પરસ્પર વિશ્વાસનો વિજય છે. મતદારોએ ઉમેદવારની કામ કરવાની ક્ષમતા અને તેમના વ્યક્તિત્વને મહત્વ આપીને વોટ આપ્યા હોવાનું જણાય છે.
અપેક્ષાબેન સોનીનું નિવેદન
પોતાની જીત બાદ ભારે ઉત્સાહમાં જોવા મળેલા અપેક્ષા બેન સોનીએ વોર્ડના તમામ મુસ્લિમ મતદારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આ જીત એ મારા પ્રત્યે મુસ્લિમ ભાઈ-બહેનોના વિશ્વાસનું પ્રતીક છે. હું જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના આ વોર્ડના વિકાસ માટે રાત-દિવસ કામ કરીશ અને લોકોએ મારા પર મૂકેલા ભરોસાને સાર્થક કરીશ."













