મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ઉનાવા મીરા દાતાર દરગાહમાં ધર્માંતરણના આક્ષેપોને લઈને વિવાદ

સોર્સ: gstv

મહેસાણાના ઉનાવા સ્થિત મીરા દાતાર દરગાહમાં ગીર સોમનાથના કોડીનારની બે સગીરાઓના ધર્માંતરણના આક્ષેપોને લઈને વિવાદ સર્જાયો છે. આ મામલે દરગાહ ટ્રસ્ટ દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે. ટ્રસ્ટીઓએ જણાવ્યું છે કે પકડાયેલા આસિફ નામના મૌલાના સાથે દરગાહને કોઈ સંબંધ નથી અને આસિફ નામનો કોઈ વ્યક્તિ દરગાહમાં નોકરી પણ કરતો નથી. દરગાહને બદનામ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો પણ ટ્રસ્ટીઓએ આક્ષેપ કર્યો છે. મીરા દાતાર દરગાહમાં તમામ ધર્મના લોકો શ્રદ્ધાથી આવતા હોવાનું જણાવી ટ્રસ્ટે અહીં ક્યારેય ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ થતી ન હોવાનો દાવો કર્યો છે. સગીરાઓના ધર્માંતરણના આક્ષેપો વચ્ચે હવે દરગાહ ટ્રસ્ટના ખુલાસાથી મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો