મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ઊંઝા ગંજ બજારમાં સેન્ટ્રલ GST વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેના માર્કેટયાર્ડમાં મંગળવારે સવારે સેન્ટ્રલ જીએસટી (GST) વ

મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતેના માર્કેટયાર્ડમાં મંગળવારે સવારે સેન્ટ્રલ જીએસટી (GST) વિભાગની ટીમો ત્રાટકતાં વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. 

પેઢીઓ અને ફેક્ટરીઓ પર સર્ચ

સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા ઊંઝા ગંજ બજારની પેઢીઓ અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઊંઝા નજીક આવેલા ઉનાવા અને મક્તુપુરની ફેક્ટરીઓ પર પણ ટીમોએ દરોડા પાડ્યા હતા.

મોડી રાત સુધી કાર્યવાહી

જીએસટી વિભાગના કર્મચારીઓ દ્વારા આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. આ દરોડા કરચોરી અથવા અન્ય કોઈ અનિયમિતતાના સંદર્ભમાં પાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. સેન્ટ્રલ જીએસટી વિભાગના આ સર્ચ ઓપરેશનના કારણે ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓમાં ચકચાર ફેલાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો