મુખ્ય સામગ્રી પર જાઓ

Video: નર્મદા જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ વિફર્યા, આ માંગને લઈ કર્યા ધરણા પ્રદર્શન

નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલના વિ

નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાની માંગને લઈ શાળાની બહાર ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 

પ્રાપ્ત વિગત અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ આવેલી છે. આ સ્કૂલમાં આદિવાસી સમાજ ના 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને જરૂરી શિક્ષાની સાથે તમામ સુવિધાઓ મળી રહે તે માટે આ સરકાર દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, પરંતુ આ ગ્રાન્ટનો લાભ આ વિદ્યાર્થીને મળતો નથી.

વર્ષોથી પાણીની ટાંકી સાફ કરવામાં નથી આવી

આ બાબતે વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળામાં સમયસર જમવાનું મળતું નથી, 800 ટકા ક્ષારવાળું પાણી આપવામાં આવે છે, વર્ષોથી પાણીની ટાંકી સાફ કરવામાં આવી નથી, પૂરતી ગુણવત્તાવાળું જમવાનું આપવામાં આવતું નથી, શાળામાં કોઈ અધિકારી આવે તે દિવસે સારું જમવાનું બનાવવામાં આવે છે. અને બીજા દિવસથી પાણી જેવું જમવાનું આપવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓને પૂરતા પ્રમાણમાં સ્ટેશનરી આપવામાં આવતી નથી.

પ્રિન્સિપાલ સ્કૂલમાંથી કાઢી મૂકવાની આપે છે ધમકી

છેલ્લા બે વર્ષથી યુનિફોર્મ આપવામાં આવ્યા નથી અને કોઈ પણ બાબતે પ્રિન્સિપાલને રજૂઆત કરવા જાય તો પ્રિન્સિપાલ સર્ટી આપીને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપે છે તેવું વિદ્યાર્થીઓનું કહેવુ છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાઓનું નિરાકરણ નહીં થતા આજે શાળાના વિધાર્થીઓ સ્કૂલના કમ્પાઉન્ડમાં ધરણા પર બેસીને સુત્રોચ્ચાર કરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.   

સાંસદે વિદ્યાર્થીઓને આપી હૈયાધારણા 

આ ઘટનાની જાણ ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાને થતાં તેઓ પોતાના કાફલા સાથે તાત્કાલિક ધોરણે તિલકવાડા એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલની મુલાકાતે આવી પહોંચ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી તાત્કાલિક ધોરણે સમસ્યાઓનો નિકાલ કરવાની અને સરકારમાં પણ આ બાબતે રજૂઆત કરવા માટે ખાતરી આપી હતી અને દરેક બાળક ધ્યાનથી શિક્ષા પ્રાપ્ત કરે અને જીવનમાં પ્રગતિના પથ પર આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો