મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: Jambusarના સરદારપુરામાં લોખંડના શેડનું કામ કરતી વખતે દુર્ઘટના, ઊંચાઈ પરથી પટકાતા એક શ્રમિકનું મોત

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સરદારપુરા ગામે આવેલી રેકમેન્ટ એલાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં શુક્રવારન

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સરદારપુરા ગામે આવેલી રેકમેન્ટ એલાયન્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં શુક્રવારના રોજ ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. લોખંડના શેડનું કામ કરતી વખતે સેફ્ટી બેલ્ટ તૂટી જવાથી ચાર મજૂરો ઊંચાઈ પરથી નીચે પટકાયા, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું જ્યારે ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી છે.મૃતકની ઓળખ દક્ષેશકુમાર સંજયભાઈ કા. પટેલ તરીકે થઈ છે, જયારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે પાદરાની માનસી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનામાં એક યુવકનો આબાદ બચાવ પણ થયો છે.

પરિવારજનોમાં શોકનો માહોલ

આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકના પરિવારજનોમાં આંચકો અને શોકનો માહોલ છે. અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સહકર્મચારીઓએ હાજરી આપી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કંપની દ્વારા કામદારોને અપાયેલ સેફ્ટી બેલ્ટ જૂના અને નબળા હતાં, જે તૂટી જતાં મજૂરો નીચે પટકાયા. આ અંગે કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે હવે સુરક્ષા વ્યવસ્થાઓ અને કર્મચારી સલામતી અંગે સવાલો ઊભા થયા છે.

કંપનીઓની જવાબદારીને લઈને તપાસ

ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. હાલ મામલે કાયદેસર કાર્યવાહી ચાલી રહી છે અને સ્થળ પર બનતી વિગતોના આધારે જવાબદાર સામે પગલાં લેવામાં આવશે.આ ઘટનાએ ફરી એકવાર ઉદ્યોગોમાં કામદારોની સલામતી અંગે તંત્ર અને કંપનીઓની જવાબદારીને લઈને ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે.

આ સમાચાર શેર કરો