કપરાડાના માંડવા વડદેવી નજીક હાઈ વેના મુખ્ય માર્ગના બ્રિજનો એક તરફનો ભાગ તૂટ્તા બન્યો જોખમી

વલસાડ જિલ્લાના કપરાડા નાનાપુડા મુખ્ય માર્ગ ઉપર માંડવા વડદેવી નજીક ખાનકી ઉપર બનાવવામાં આવેલો જૂના બ્રિજનો એક તરફનો ભાગ ચોમાસા દરમિયાન પાણી આવવાના કારણે તૂટીને ધસી પડ્યો છે. જેને પગલે આ બ્રિજ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે.
હોનારતની ભીતિ
માંડવા વડદેવી નજીક હોટલ અન્નપૂર્ણા અને સિલ્વર ઢાબાની વચ્ચેથી વહેતી ઉપર બનેલો જૂના બ્રિજનો એક તરફનો નીચેનો ભાગ તૂટી પડ્યો છે. આ બ્રિજ વાહન ચાલકો માટે જોખમી બની જવા પામ્યો છે. આ બ્રિજ હાઇવે ઉપર મુખ્ય માર્ગ પર બનેલો હોવાને લઈને માહિતી રોજિંદા હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. જેના કારણે આ બ્રિજ ઉપર વાહનોની ભારે અવર-જવર રહે છે અને એવા જ સમયમાં બ્રિજનો નીચેનો એક તરફનો ભાગ તૂટી પડતા અહીં કોઈ મોટી હોનારત સર્જાય તો નવાઈ નથી. કારણ કે આ બ્રિજનો એક તરફનો નીચેનો ભાગ ખસીને તૂટી પડ્યો છે. ત્યારે હવે આ જોખમી બ્રિજ ઉપરથી જો ભારે વાહનો પસાર થાય તો કોઈ પણ સમયે આ બ્રિજ તૂટી પડે એવી શક્યતાઓ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઇ મોટી હોનારત સર્જાય તે પહેલા આ બ્રિજનું મરામત કાર્ય કરાવવામાં આવે અથવા તો વાહનો પસાર થાય તે માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે એવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.
વાહનો ધીમી ગતિએ ચાલવા મજબૂર
આગામી દિવસમાં કોઈ પગલાં નહીં લેવાય તો આ બ્રિજ વાહનો પસાર થતાં તૂટી પડવાની દેહેશત વર્તાઈ રહી છે. એટલું જ નહીં આ ચોમાસા દરમિયાન જો વધુ પ્રમાણમાં ખનકી વરસાદી પાણી આવે તો ધોવાણના કારણે પણ બ્રિજનો એક તરફનો ભાગ ધસી પડે તેવી આશંકાઓ રહેલી છે. વળી રોડ ઉપર પડેલા ખાડા ઓને કારણે ભારે વાહનો ખૂબ ધીમી ગતિએ ચાલતા હોવાને લઈને ટ્રાફિક સમસ્યા પણ વધી રહી છે. આ માર્ગનો ઉપયોગ મોટા ભાગે ભારે વાહનો કન્ટેનર ટ્રેલરો સહિત પસાર થાય છે. ત્યારે કોઈ જોખમી ઘટના ના બને તે પેહલા બ્રિજનું સમારકામ કરાવવામાં આવે તે જરૂરી છે.

