વડોદરામાં વેપારી પાસેથી અતિશય રુપિયા પડાવતી વ્યાજખોરની ગેંગ પોલીસને ઝબ્બે

વડોદરા શહેરમાં વેપારી પાસેથી ગુંડાગીરી કરી અતિશય રુપિયા પડાવતી વ્યાજખોરોની ગેંગને શહેર પોલીસે ઝડપી પાડી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી રૂ.6 લાખના બદલામાં 15 લાખ રૂપિયા વસૂલ કર્યા હોવા છતાં વધુ રૂપિયાની માંગણી કરી વારંવાર ધમકી આપતા વ્યાજખોર સહિત પાંચ આરોપીઓને ગોત્રી પોલીસે ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : દાહોદમાં પૂર્વ સરપંચ અને તલાટીની મિલીભગતે આચર્યું લાખો રુપિયાનું કૌભાંડ
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા વેપારીને વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજેએ 6 લાખ રૂપિયા વ્યાજે આપ્યા હતા. જેની સામે વ્યાજખોરે તેમની પાસેથી 15 લાખ રૂપિયા વસૂલ કરી લીધા હોવા છતાં વેપારી પાસે વધુ રૂપિયાની માંગણી વારંવાર કરતા હતા, અને જો રૂપિયા નહીં આપે તો તને ખોટા કેસમાં ફસાવી દઈશું ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા હતા.
આ પણ વાંચો : વડોદરામાં ત્રિ દિવસીય DGP Cup યોગાસના ચેમ્પિયનશિપ 2024નું આયોજન
જેથી વેપારીએ કંટાળીને ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઘનશ્યામ ફુલબાજે સહિતના મળતીયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ દાખલ કર્યાના ચાર પાંચ દિવસો સુધી આરોપીઓ સતત ભાગતા ફરતા હતા. તે દરમિયાન ગોત્રી પોલીસે વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે, ક્રિષ્ણા ભિખા કહાર, કીરણ રમેશ માંછી, સન્ની કમલેશ ધોબી, નરેંદ્ર જગમોહનને ઝડપી પાડ્યા હતા. પાંચે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

