Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : scam worth lakhs of rupees had committed in Dahod

દાહોદમાં પૂર્વ સરપંચ અને તલાટીની મિલીભગતે આચર્યું લાખો રુપિયાનું કૌભાંડ

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2024
લાઇવ ટીવીGoogle News
દાહોદમાં પૂર્વ સરપંચ અને તલાટીની મિલીભગતે આચર્યું લાખો રુપિયાનું કૌભાંડ

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ગ્રામ પંચાયત દ્વારા લાખો રુપિયાનું કૌભાંડ આચાર્યું હોવાનું સામે આવ્યુ છે. મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટી દ્વારા 23.34 લાખ રુપિયાના 15 જેટલા કામો જેને ક્યારેય કરવામાં આવ્યા નથી, તેને કાગળ પર બતાવી પૈસાની ઉચાપત કરી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

App Store

આ પણ વાંચો : સાયબર ઠગોનું ગઢ બન્યું ગુજરાત, ડિજિટલ અરેસ્ટના વધુ 2 કિસ્સા સામે આવ્યા

પૂર્વ સરપંચ અને તત્કાલીન તલાટી દ્વારા ગ્રામ્યજનોની સુખ સુવિધા માટે હેન્ડપંપ, મીની પાઈપ લાઈન, સીસી રોડ, જાહેર શૌચાલય, બોર-મોટર, ગટર યોજના સહીતના અનેક કામો સરકારની વેબસાઈટ ઉપર પુર્ણરુપે બતાવવામાં આવ્યા છે પરંતુ હકીકતમાં આમાંથી એક પણ કામ પુર્ણ થયું નથી.

આ પણ વાંચો : VIDEO: આ છે વિકસિત ગુજરાતનાં શિક્ષણ મોડલની નરી હકીકત

તેમજ NRG શાખા દ્વારા ખોટા જોબકાર્ડ બનાવી કૌંભાડ આચરવામાં આવતા હતા. જેમાં આંગણવાડી વર્કર, MGVCL કર્મચારી, પ્રાથમિક શાળાના વિધાર્થીઓ, મૃત્યુ પામેલ વ્યક્તિઓના નામે જોબ કાર્ડ બનાવવામાં આવતા અને પૈસાની ઉચાપત કરવમાં આવતી. આ સમગ્ર કૌભાંડ બાબતે જીલ્લા વિકાસ અધિકારી અજાણ હતા. મામલાની જાણ થતાં જ તાલુકા વિકાસ અધિકારીની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને આગળ તપાસ હાથ ધરી છે.