મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પાટડી પોલીસ મથકે ભાજપના નેતાના પુત્રનો હોબાળો

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના પાટડી પોલીસ મથકમાં ભાજપના નેતાના પુત્ર દ્વારા હોબાળો કરવાના મામલે પોલીસની કામગીરી સામે સવાલો ઊઠ્યા છે. ફોજીને માર માર્યો હોવાના આક્ષેપો સાથે પોલીસ મથકે દંગલ કરનાર ભાજપના નેતાના પુત્ર સામે હજુ સુધી કોઈ કાર્યવાહી ન થઈ હોવાની ચર્ચા છે. ગઈકાલે બનેલી આ ઘટનાના સમયે પીઆઈ વાય.જી. ઉપાધ્યાય ગેરહાજર હોવાથી પોલીસ સ્ટાફે મામલો સંભાળી લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ ભાજપના કેટલાક નેતાઓ ભલામણ માટે પોલીસ મથકે પહોંચ્યા હોવાની પણ ચર્ચા છે. પીઆઈની ગેરહાજરીમાં રાઇટર ચેમ્બરમાં નેતાઓને સોફા અને ખુરશીઓ પર બેસાડી ચા-પાણી કરાવી રવાના કરવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. સમગ્ર મામલે આરોપી સામે કાર્યવાહી ન થતાં પોલીસની ભૂમિકા સામે સવાલો ઊઠી રહ્યા છે.

આ સમાચાર શેર કરો