વડોદરામાં ત્રિ દિવસીય DGP Cup યોગાસના ચેમ્પિયનશિપ 2024નું આયોજન

વડોદરા ખાતે ત્રિ દિવસીય ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકારની યોગા ચેમ્પિયનશિપ ઈવેન્ટ વડોદરામાં પહેલી વાર યોજાઈ રહી છે, જેમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર યોગને પ્રમોટ માટે ભારે મહેનત કરી રહી છે. ત્યારે વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પ્રથમ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે. બે દિવસ આ યોગાસના ચેમ્પિયનશિપમાં 12 ટીમો એ ભાગ લઈ રહી છે, જેમાં 75 જેટલા ખેલાડીઓ પોતાની યોગાસન કલાને રજૂ કરશે. જેમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક યોગાસન, પૈર (જોડી) યોગાસન, રિદમિક યોગાસન વગેરે જેવા યોગાસનની પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : સાયબર ઠગોનું ગઢ બન્યું ગુજરાત, ડિજિટલ અરેસ્ટના વધુ 2 કિસ્સા સામે આવ્યા
યોગાસનને એક કોમ્પિટિશન તરીકે આગળ લઈ જવા તેમજ યોગાસનનું પ્રમોશન થાય તેવા હેતુ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહેનતને પગલે 21 જુને સમગ્ર વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવે છે. સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે ખૂબ જ ઉપયોગી એવું યોગાસન જીવનને પરિવર્તિત કરે છે અને આનંદપુર્ણ જીવનશૈલી આપે છે. જેથી યોગાને એક કોમ્પિટિટિવ કોર્સ તરીકે ઓળખ આપવાના હેતુસર રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રયાસોના ભાગરૂપે આજ રોજ પ્રથમ ડી.જી.પી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નું આરંભ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
આ સિવાય રાજ્યના અલગ અલગ જિલ્લાની પોલીસ ટીમ આવી હતી અને પ્રારંભ સમારોહમાં માર્ચ પણ કરી હતી. પોલીસ કર્મચારીઓનું કામ તણાવપુર્ણ હોય છે તેથી યોગા દ્વારા તેમનું સ્વાસ્થ્ય જળવા અને તેમની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય તે હેતુસર આયોજન કરવામાં આવ્યું. જેથી પોલીસ કર્મચારીઓ પોતાનું શો પ્રતિશત યોગદાન પ્રજાની સુરક્ષા માટે આપી શકે.

