Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : the court has fined of Rs 15 lakh on the company

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

દિલ્હીનાં એક ગ્રાહક અદાલતે ઈમામી લિમિટેડ પર અયોગ્ય વેપાર વ્યવહાર બદલ 15 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 2013ના એક કેસમાં સેન્ટ્રલ દિલ્હી ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને એક વ્યક્તિની ફરિયાદ પર કંપની વિરુદ્ધ આ નિર્ણય આપ્યો છે.

App Store

વાસ્તવમાં વર્ષ 2013માં એક નિખિલ જૈન નામક યુવકે ફેર બનવા માટે 79 રૂપિયાની ઈમામીની ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ ખરીદી હતી. પરંતુ ક્રીમ લગાવવા છતાં યુવક ગોરો બન્યો ન હતો. યુવકે તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની ત્વચા પર ક્રીમની કોઈ અસર થઈ નથી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું કે કંપનીએ તેની પ્રોડક્ટ વેચવા માટે ભ્રામક જાહેરાત આપી હતી.

આ પણ વાંચો : મુકેશ અંબાણી ₹25,500 કરોડની શોધમાં! જાણો એશિયાના સૌથી ધનિકને કેમ લોનની જરૂર પડી

યુવકે તમામ સૂચનાઓનું પાલન કરીને ક્રીમનો ઉપયોગ કર્યો હતો

યુવકે કંપની પર પ્રોડક્ટના પેકેજિંગ અને લેવલ પર આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરીને ક્રીમનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં કંપનીએ તેની પ્રોડક્ટના માધ્યમથી ગોરા થવાનો દાવો કર્યો હોવા છતાં યુવકની ત્વચા ગોરી બની નથી. યુવકની ફરિયાદ પર, કંપનીએ બચવા માટે ઘણી દલીલો આપી, પરંતુ કોર્ટે કંપનીની કોઈપણ દલીલો સ્વીકારવાનો ઇનકાર કર્યો, કારણ કે કંપની દ્વારા આપવામાં આવેલી દલીલો સાથે સંબંધિત કંઈપણ પ્રોડક્ટના પેકેજિંગ અને લેબલ પર લખવામાં આવ્યું ન હતું. 

કંપની યુવકને દંડની રકમ ચૂકવશે

કન્ઝ્યુમર કોર્ટે રજૂ કરેલા પુરાવાઓને ધ્યાનમાં લેતા જણાવ્યું હતું કે ઈમામી ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ નામની પ્રોડક્ટ વેચતી હતી, જેના પેકેજિંગ અને લેબલિંગમાં બહુ ઓછી અને મર્યાદિત સૂચનાઓ હતી કે ત્રણ અઠવાડિયા સુધી સતત ઉપયોગ કરવાથી પુરુષોની ચામડી ગોરી થશે.

આ પણ વાંચો : Year Ender 2024: આ છે ભારતના 10 પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સરની યાદી

ગ્રાહક અદાલતે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે કંપની જાણતી હતી કે ઉત્પાદનના પેકેજિંગ અને લેબલિંગમાં લખેલી સૂચનાઓ અધૂરી છે અને જો અન્ય આવશ્યકતાઓનું પાલન કરવામાં આવ્યું નથી, તો તે દાવા પ્રમાણે પરિણામ આપશે નહીં. આ સમગ્ર મામલે વિગતવાર આદેશ આપતાં ફોરમે ઈમામીને ફરિયાદ કરનાર યુવકને દંડ ભરવાનો નિર્દેશ આપ્યો હતો.

તેમજ 3 નવેમ્બરના ચુકાદા હેઠળ, ઈમામીએ તેની ફેર એન્ડ હેન્ડસમ ક્રીમની જાહેરાતો પણ પાછી ખેંચવી જોઈએ, જે ભારતમાં પુરુષો માટે સૌથી વધુ વેચાતી ફેરનેસ ક્રીમ છે જે ચાર અઠવાડિયામાં સુંદર રંગનું વચન આપે છે. નિખિલ જૈને જે જાહેરાત જોઈ તેમાં અભિનેતા શાહરૂખ ખાન હતો.