Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Health camp in tribal hinterland of Vyara, Nutritional kit provided free of charge

વ્યારાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય શિબિર, તપાસની સાથે વિનામૂલ્યે અપાઈ ન્યૂટ્રીશિયન કીટ

Timeછેલ્લું અપડેટ : 27 Jul 2024
લાઇવ ટીવીGoogle News
વ્યારાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય શિબિર, તપાસની સાથે વિનામૂલ્યે અપાઈ ન્યૂટ્રીશિયન કીટ

છેલ્લા 25 વર્ષથી સમગ્ર ભારત દેશના આદિવાસી અને ગામડિયા વિસ્તારમાં આર.કે એચઆઇવી એઇડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા મહા આરોગ્ય શિબિરનું આયોજન કરી રહ્યા છે. ત્યારે આ વખતે આ સંસ્થા દ્વારા ફ્રી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં કરવામાં આવ્યું હતું. 

App Store

વિનામૂલ્યે કરાઈ તપાસ 

આ કેમ્પમાં ઉચ્છલ, વ્યારા, તાપી, સોનગઢ અને નિઝર તાલુકાના 10,000થી વધારે લોકોએ લાભ લીધો હતો. જેમાં 1000 વિકલાંગ લોકો માટે ફ્રી વ્હીલ ચેર, 6,500 ન્યુટ્રીશન કીટ વિતરણ કરાઈ,7000 લોકોને ચશ્મા તપાસ કર્યા પછી આપવામાં આવ્યા હતાં.  હેલ્થ ચેકઅપ, સીકલ સેલ, અનેમિયા આંખની તપાસ, બોન ડેન્સીટી, સર્જરી ઈએનટી હાર્ટ ચેકઅપ, દાંતની તપાસ બ્લડ ટેસ્ટ આ તમામ તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી.  કોઈ અન્ય બીમારીની જાણ મળે તો તેનું ઓપરેશન પણ વિનામૂલ્ય કરાશે સાથે યોગ્ય દવાઓ પણ આપવામાં આવી હતી.

મંત્રી રહ્યા હાજર

આ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદઘાટન વન અને પર્યાવરણ જળ સંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, ડીડીઓ વી.એન શાહ,નિઝર જિલ્લાના ધારાસભ્ય જયરામભાઈ ગામીત, વન વિભાગના ડેપ્યુટી ફોરેસ્ટ કન્ઝર્વએટર પુનિત નાયરની સાથે અનેક મહાનુભાવોના હસ્તે આ મહા આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું ઉદઘાટન થયું હતુ.