મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભૂયંગદેવ ચાર રસ્તા પાસે BRTS કોરિડોર હટાવવાની વિચારણા, તંત્ર કરશે સર્વે

સોર્સ: JATIN BAROT GSTV NEWS

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાથી પરેશાન વાહનચાલકોને રાહત મળે તે માટે મહત્વની વિચારણા હાથ ધરવામાં આવી છે. શહેરના ભૂયંગદેવ ચાર રસ્તા પાસે BRTS કોરિડોર હટાવવાની શક્યતા ચકાસવામાં આવશે. નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્ર પટેલની રજૂઆત બાદ તંત્ર દ્વારા સર્વે કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.ધારાસભ્યની રજૂઆત મુજબ, BRTS કોરિડોરના કારણે મુખ્ય રસ્તા પર વાહનોની અવરજવર માટે જગ્યા ઓછી પડે છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. હવે સર્વેમાં રસ્તાની પહોળાઈ, વાહનોની સંખ્યા અને પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવશે.સર્વેના તારણોના આધારે કોરિડોર હટાવવો કે પછી વૈકલ્પિક વ્યવસ્થા કરવી તે અંગે નિર્ણય લેવાઈ શકે છે. જોકે, આ નિર્ણયમાં BRTS બસમાં મુસાફરી કરતા લોકોની સુવિધા અને સલામતી પણ મહત્વની રહેશે.ત્યારે સવાલ એ છે કે BRTS કોરિડોર હટાવવાથી ટ્રાફિકની સમસ્યા હળવી થશે? હવે સૌની નજર તંત્રના સર્વે અને તેના આધારે લેવાતા નિર્ણય પર છે.

આ સમાચાર શેર કરો