સુરતમાં યુવકનો માતા-પિતા, પત્ની અને બાળક પર તિક્ષણ હથિયારથી હુમલો કરી આપઘાતનો પ્રયાસ, પત્ની-બાળકના મોત

સુરતના સરથાણા વિસ્તારમાં સામૂહિક હત્યાની ઘટના સામે આવી છે. સૂર્યા ટાવર સોસાયટીમાં રહેતા યુવક પર જાણે કાળ સવાર થયો હોય તેમ પોતાના જ પરિવારને રહેંસી નાખ્યા હતાં. બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાલ પરિવારમાંથી યુવકના પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે યુવક સહિતના 3 સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ ઓલપાડના સાયણની મહિલા સરપંચે કર્યો આપઘાત, ગળે ફાંસો ખાઈ લેતા ખળભળાટ
માતા-પિતા સારવાર હેઠળ
સ્મિત જિયાણીએ માતા-પિતા,પત્ની અને બાળકને તિક્ષણ હથિયારના ઘા માર્યા બાદ પોતે પણ ગળાના ભાગે ચપ્પું માર્યું હતું. સ્મિત જિયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કરતા પત્ની અને બાળકનું મોત થયું છે. જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
પરિવારમાં મનદુઃખ હોવાનું પ્રાથમિક તારણ
પરિવારમાં અંદરો અંદરના મનદુઃખના કારણે બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિતે ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

