Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Love Jihad, Yusuf Mandapwala assumed the name Kamal Singh

સુરતમાં લવ-જેહાદ, યુસુફ મંડપવાલાએ કમલસિંહ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

Timeછેલ્લું અપડેટ : 28 Nov 2024
લાઇવ ટીવીGoogle News
સુરતમાં લવ-જેહાદ, યુસુફ મંડપવાલાએ કમલસિંહ નામ ધારણ કરી હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ

સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વિધર્મી યુવકે હિન્દુ યુવતીને ફસાવી હતી. યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની સાથે બદનામ કરીને ધમકી આપવામાં આવતી હતી. આરોપી યુસુફ મંડપવાલાએ કમલસિંહ નામ ધારણ કરીને યુવતીને ફસાવી હતી. કુંવારી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં કિન્નરના 13 વર્ષના પ્રેમનો કરુણ અંજામ, રોજના વાપરવા હજાર આપતી છતાં યુવકે કરી હત્યા

વિધર્મીની પત્નીને હતી જાણ

નામ બદલીને યુવતીને ફસાવવાના સમગ્ર કારસાની જાણ યુવકની પત્નીને હતી. તેણીને ખબર હતી કે તેના પતિએ કોઈ હિન્દુ યુવતીને ફસાવી છે. જેને લઈને તે પણ મદદ કરી રહી હતી. પોલીસે પતિ-પત્ની બન્નેને આરોપી બનાવ્યા છે. આરોપી એટલી હદ વટાવી ચૂક્યો હતો કે તેણે યુવતીનું ગેરકાયદેસર ગર્ભપાણ પણ કરાવી દીધુ હતું. ભોગ બનનાર યુવતી વર્ષ 2000માં યુવક સાથે અભ્યાસ કરતી હતી. યુવકે તેનો લાભ ઉઠાવીને યુવતીના નામે લોન લઈને બાઈક પણ ખરીદી હતી.

અન્ય યુવતીઓને ફસાવ્યાની આશંકા

પોલીસે હાલ યુવકના મોબાઈલની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જેમાં આરોપીની પત્ની તેને કઈ રીતે મદદ કરતી હતી. તે દિશામાં તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, પોલીસે તેની પત્નીની પૂછપરછ કરી છે. તેની પત્ની પોલીસને સહયોગ આપતી નથી. ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. વિધર્મી યુવકે અન્ય કેટલી હિન્દુ યુવતીઓને ફસાવી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.