મુખ્ય સામગ્રી પર જાઓ

Video: મહેસાણા મનપા સામાન્ય સભા: વડીલ વંદના આરોગ્ય યોજના અને નાગલપુર ટી.પી. ડ્રાફ્ટ સહિતના વિકાસકાર્યો પર મહોર.

સોર્સ: gstv

મહેસાણા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં શહેરના સર્વાંગી વિકાસને લઈને અનેક નિર્ણયો લેવાયા હતા. બેઠકમાં નવી મુખ્ય કચેરી માટે જગ્યા ફાળવણી, મહિલાઓની સુરક્ષા, આધુનિક ઘન કચરા વ્યવસ્થાપન અને વરિષ્ઠ નાગરિકો માટે વડીલ વંદના આરોગ્ય સેવા યોજના પર ચર્ચા કરાઈ હતી. આ સાથે ટી.પી. યોજના નંબર ૧૨ નાગલપુરના ડ્રાફ્ટ જાહેર કરવા, યોજના નંબર ૩ ની મંજૂરી તેમજ ટી.પી. ૧૩ અને ૧૪ માં ફી ભરવાની દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. આ બેઠક દ્વારા મહેસાણાને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધા યુક્ત બનાવવાનો સંકલ્પ લેવાયો છે.

આ સમાચાર શેર કરો