Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : broke the wall of a bank locker room and thieves of crore rupees

સુરતના કીમમાં બેંકના લોકર રૂમની દિવાલ તોડી ત્રાટક્યાં તસ્કરો, કટર મશીનથી પતરાં કાપી કરોડોની ચોરી

Timeછેલ્લું અપડેટ : 18 Dec 2024
લાઇવ ટીવીGoogle News
સુરતના કીમમાં બેંકના લોકર રૂમની દિવાલ તોડી ત્રાટક્યાં તસ્કરો, કટર મશીનથી પતરાં કાપી કરોડોની ચોરી

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે આવેલા યુનિયન બેંકને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ દિવાલમાં બાકોરું પાડીને ચોરીની આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો  હતો. બનાવની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને આ મામલે તપાસ શરુ કરી છે. 

App Store

આ પણ વાંચોઃ VIDEO: મોરબીના હળવદ-દેવળીયા હાઈવે પર ખાનગી ટ્રાવેલ્સની બસે પલ્ટી મારી, 9 મુસાફરો ઈજાગ્રસ્ત

સિક્યુરિટી ગાર્ડ નહોતા

મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા પાસે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. વહેલી સવારે બેંકમાં સેફ ડીપોઝીટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડીને ચોરી કરવામાં આવી હતી. સવારે ચોરી અંગેની જાણ બેંકમાં થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ ગ્રામ્ય પોલીસ વડા હિતેશ જોયસર સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસ દ્વારા ડોગ સ્કવોર્ડ અને એફએસએલની પણ મદદ લેવામાં આવી હતી તેમજ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. પ્રાથમિક તપાસમાં બેંકમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ના હોવાનું બહાર આવ્યું હતું. 

6 લોકર તૂટ્યાં

તસ્કરો દિવાલમાં બાકોરું પાડીને ચોરી કરી ગયા હતા. લોકરના અંદાજિત 06 જેટલા ખાનાઓ તોડ્યા હતા.લોકરમાં કેટલા ના મુદ્દામાલની ચોરી કરી એ હજુ જાણવા મળ્યું નથી.વહેલી સવારે ઘટનાની જાણ બેંકના અધિકારીઓને થતા તેઓએ તુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. અને પોલીસની અલગ અલગ ટીમો સહીત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા અને આ મામલે તપાસ શરુ કરી હતી. 

પોલીસ થઈ દોડતી

જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે વહેલી સવારે કીમ ચોકડી પાસે કોસંબા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડીયામાં સેફ ડીપોઝીટ લોકર છે ત્યાં પાછળની બાજુમાં એક રૂમમાં બાકોરું પાડીને ૬ જેટલા લોકરમાંથી ચોરી થઇ હોવાનું જણાય છે. એ લોકરમાં શું હતું અને કોનું છે તે અંગે માહિતી મેળવવામાં આવી રહી છે.  ડોગ સ્કવોર્ડ અને એફએલએલની ટીમે ઘટના સ્થળે વિઝીટ કરી છે, જિલ્લાની પોલીસની એસઓજી, એલસીબી, ડીવાયએસપી કામરેજ, કોસંબા,કીમની અલગ અલગ ૭ જેટલી ટીમો તપાસમાં જોડાઈ છે અને ઘરફોડ ચોરીનો ગુનાનો ભેદ ઝડપથી ઉકેલવાની કામગીરી કરાઈ રહી છે. હાલમાં પ્રાથમિક પૂછપરછમાં બેંક દ્વારા કોઈ ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી ના હતી, આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.